દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલે ગુજરાત હાઈકોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ કરી હતી જેને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે અને કેજરીવાલને નવો દંડ લગાવવામાં આવ્યો નથી પરંતુ 25 હજારનો દંડ યથાવત રહેશે. ગુજરાત હાઈકોર્ટે 31 માર્ચના ઓર્ડરને બરકરાર રાખતા કેજરીવાલની રિવ્યૂ પિટિશનને ફગાવી દીધી.